| |
|
રાજયના વિકાસ માટેની
આંતરમાળખાકીય સુવિધાઓમાં વીજળી એ એક
અનિવાર્ય અને પાયાની જરૂરિયાત છે.
વીજળીનો બેકાળજીભર્યો ઉપયોગ ભયંકર
અકસ્માત સર્જી શકે છે અને વીજળીનો
કરકસરયુકત ઉપયોગ રાજયના વિકાસમાં
પૂરકબળ બની શકે એમ છે. વીજળી વિષયક
કાયદાઓનો કાર્યક્ષમ અમલ કરી રાજયની
મહત્વની એવી વીજકરની મહેસુલી આવક
ઉઘરાવવાની જવાબદારી આ કચેરીઓ દ્વારા
નિભાવવામાં આવે છે.
આ કામગીરી બે અલગ અલગ ખાતાના વડાની
કચેરીઓ (૧) મુખ્ય વિદ્યુત નિરીક્ષકની
કચેરી અને (ર) વિદ્યુત શુલ્ક
સમાહર્તાની કચેરી દ્વારા કરવામાં આવે
છે. આ બે કચેરીઓના ખાતાના વડા તરીકે
એક જ અધિકારી મુખ્ય વિદ્યુત નિરીક્ષક
અને વિદ્યુત શુલ્ક સમાહર્તા છે. |
|
વધુ... |
|
|
|
|
|